સુરતમાં નશેડી દ્વારા નશો કરવા માટે પૈસા ન આપવાને કારણે પરિવારના એકમાત્ર દીકરાની હત્યા કરી દેવાઈ. પિતા હાથ જોડીને ન્યાયની માંગ કરી રહ્યા છે. આખી ઘટના જાણો અહીં.

ilovesurat News: સુરતના કાપોદ્રા વિસ્તારમાં હાલ ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે. 17 વર્ષીય સગીરની હત્યા કરવામાં
આવતા મહિલાઓ રસ્તા પર ઉતરી હતી અને પોલીસ મથકનો ઘેરાવ કર્યો હતો. મૃતક સગીરના પરિવારજનો સહિત સમાજના લોકો દ્વારા રાત્રે અને સવારે પોલીસ મથકનો ઘેરાવ કરવામાં આવ્યો છે અને ન્યાયની માગ કરવામાં આવી છે. બીજી તરફ પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપીએ એક રિક્ષા ચાલકને પણ ચપ્પુના ઘા ઝીંક્યા હોવાનું સામે આવ્યું છે. પોલીસે આરોપીને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ડીસીપી આલોક કુમાર એ જણાવ્યું હતું કે કાલે કાપોદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં લક્ષ્મણ નગર એરિયામાં હત્યાનો બનાવ બન્યો હતો. જેમાં આરોપી અને વિકટીમ વચ્ચે રસ્તામાં કઈ બોલચાલ બાદ લડાઈ થઈ હતી અને ત્યારબાદ આરોપી પ્રભુ રવીરામ શેટ્ટી પાસે ચપ્પુ હતું અને તેણે વિક્ટિમના પેટમાં ચપ્પુ મારી દીધું હતું જેથી તેને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો જ્યાં તેનું મોત નીપજ્યું હતું.

આ ઘટનામાં 15 થી 20 મિનિટમાં જ આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો. આ મામલે હત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. હાલમાં મહિલાઓની જે પણ રજૂઆત છે તેને અમે સાંભળીશું અને કાયદેસરની કાર્યવાહી કરીશું, અને આમાં કોઈ પણ આરોપી હશે તેને છોડવામાં આવશે નહીં.
મળતી માહિતી મુજબ ફુટની લારી ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા અરવિંદભાઈ છનાભાઈ વાઘેલા સુરતના કાપોદ્રા વિસ્તારમાં પરિવાર સાથે રહે છે. તેમનો 17 વર્ષીય દીકરો પરેશ રત્નકલાકાર તરીકે કામ કરીને આર્થિક રીતે મદદરૂપ થતો હતો. ગત સાંજે તેમના દીકરા પરેશને પ્રભુ રવીરામ શેટ્ટી નામના આરોપીએ ચપ્પુના ઘા મારી દીધા હતા અને લોહીલુહાણ હાલતમાં પરેશને સારવાર અર્થે હોસ્પિટલ લઇ જવાયો હતો જ્યાં તબીબોએ પરેશને મૃત જાહેર કર્યો હતો. મૃતક પરેશ ચાર બહેનોનો એકનો એક ભાઈ હતો. વ્હાલસોયા દીકરાના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.
લોકોએ પોલીસ મથકનો ઘેરાવ કરીને ન્યાયની માંગ કરી
આ ઘટના બાદ ગત રાતે પરિવાર અને સમાજના લોકો પોલીસ મથકે ઘસી આવીને પોલીસ મથકનો ઘેરાવ કરીને ન્યાયની માંગ કરી હતી તેમજ આજે સવારે પણ મોટી સંખ્યામાં લોકો પોલીસ મથકે પહોચ્યા છે અને ન્યાયની માંગ કરી છે. બીજી તરફ ત્યાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે. આ ઘટનામાં પોલીસે આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આરોપીએ રિક્ષા ચાલકને પણ ચપ્પુના ઘા ઝીક્યા
ilovesurat News: સુરતમાં સીમાડા નાક ઓવરબ્રીજ પર અકસ્માત, ટ્રકે અડફેટે લેતા રત્નકલાકારનું મોત
આરોપી પ્રભુ રવીરામ શેટ્ટીએ એક રીક્ષા ચાલકને પણ ચપ્પુના ઘા ઝીંકી દીધા હતા જેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. રીક્ષા ચાલક ધીરેન્દ્ર કુમાર શ્રીલાલજી યાદવ [ઉ.૨૪] રીક્ષા લઈને દિન દયાળ નગર ત્રણ રસ્તા પાસે ઓટો રીક્ષા ઉભી રાખીને શાકભાજી ખરીદી રહ્યો હતો ત્યારે આરોપી પ્રભુ રવીરામ શેટ્ટી આવીને રીક્ષામાં બેસી ગયો હતો અને મુર્ઘા કેન્દ્ર ખાતે છોડી દેવા જણાવ્યું હતું ત્યારે રીક્ષા ચાલકે મારે રસોઈ બનાવવાની બાકી છે તેમ છતાં હું તમને મુર્ઘા કેન્દ્ર છોડી દઉ છું તેમ જણાવ્યું હતું.
આરોપી પ્રભુ રવીરામ શેટ્ટીએ રિક્ષા ચાલકને કહ્યું હતું કે થોડીવાર ઉભી રાખ મારો મિત્ર આવે છે તેમ કહેતા રિક્ષા ચાલકે મને મોડું થાય છે તમે નીચે ઉતરી જાવ તેમ કહેતા આરોપી પ્રભુ રવીરામ શેટ્ટીએ રિક્ષા ચાલકને જમણા ખભાના ભાગે તથા જમણા બગલના નીચેના ભાગે અને ડાબી બાજુ કમરથી ઉપરના ભાગે ચપ્પુ ના ઘા ઝીકી દીધા હતા. ઈજાગ્રસ્ત રિક્ષા ચાલકને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયો હતો. જ્યાં હાલ તેની સારવાર ચાલુ છે.