સુરત: ઉદારતા અને માનવીય ભાવનાના એક નોંધપાત્ર કાર્યમાં, જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનના સંકલન હેઠળ સુરતમાં 22મું સફળ અંગદાન કરવામાં આવ્યું. ડાયમંડ હોસ્પિટલમાં બ્રેઈન ડેડ જાહેર કરાયેલા 57 વર્ષીય કૃષ્ણાબેન હસમુખભાઈ પટેલના પરિવારે તેમના હાથ, કિડની, લીવર અને આંખોનું દાન કરવા સંમતિ આપી, જેનાથી છ વ્યક્તિઓને જીવનની બીજી તક મળી.

છ લોકોને મળ્યું જીવનદાન… ઓર્ગન સીટી સુરત
મૂળ અમરેલીના ખારસાલી ગામની અને સુરતના પાસોદરાની રહેવાસી કૃષ્ણાબેન ૧૧ એપ્રિલ, ૨૦૨૫ ના રોજ સવારે પોતાના રૂમમાં બેભાન હાલતમાં મળી આવી હતી. તેમને ચીકુવાડીની ડાયમંડ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ તેમને મગજમાં હેમરેજ હોવાનું નિદાન કર્યું હતું. સર્જરી છતાં, તેમની સ્થિતિમાં કોઈ સુધારો થયો ન હતો, અને તેમને બ્રેઈન ડેડ જાહેર કરવામાં આવ્યા હતા.

જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન,સુરત દ્વારા ૨૨ મું અંગદાન કર્યું : ઓર્ગન સીટી સુરત
મગજ મૃત્યુની પુષ્ટિ થતાં, ડાયમંડ હોસ્પિટલના ડોકટરોએ જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનનો સંપર્ક કર્યો. ફાઉન્ડેશનની ટીમે તાત્કાલિક કૃષ્ણાબેનના પરિવાર સાથે મુલાકાત કરી. તેમના પતિ હસમુખભાઈ, જે એક સીવણ મશીન ઓપરેટર હતા, અને તેમનો પુત્ર પાર્થ, તેના જીવનરક્ષક પ્રભાવને સમજ્યા પછી, દાન માટે સંમત થયા. પરિવારે જણાવ્યું કે કૃષ્ણાબેનના સસરા, ઘનશ્યામભાઈ પટેલ, ગાંધીવાદી મૂલ્યોના અનુયાયી હતા અને હંમેશા અન્ય લોકોને મદદ કરવા તૈયાર રહેતા હતા – એક વારસો જેને તેઓ આગળ વધારવા માંગતા હતા.

અંગદાતા :- ક્રિષ્નાબેન હસમુખભાઈ પટેલ (ઉ.૫૭ વર્ષ)
રહે:- ઈ/૨૦૪,વિભાગ -૨, ઓમ ટાઉનશીપ,પાસોદરા,સુરત.
મુળ ગામ:- ખડસલી, તા.:- સાવર કુંડલા, જિ:- અમરેલી
પરિવાર:
અંગદાતાના પતિ:- હસમુખભાઈ ઘનશ્યામભાઈ પટેલ
(જે સિલાઈ મશીન નું કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે.)
દીકરો:- પાર્થ હસમુખભાઈ પટેલ
વિશેષ વિગત:-
તા.૧૧-૦૪-૨૦૨૫ નારોજ દર્દી નામે ક્રિષ્નાબેન હસમુખભાઈ પટેલને સવારે તેમના પુત્રવધુએ નિત્યક્રમ પ્રમાણે તેમના રૂમમાં જગાડવા ગયા હતા પરતું તેમના સાસુ જાગ્યા ન હતા, તે નિંદ્રા માં હોઈ અને ઘણી વાર હેલ્થ સારી ના હોઈ તો મોડે સુધી સુતા હોઈ એવું સમજી તેઓ ત્યાંથી પોતાના ઘરકામે લાગી ગયા હતા પરંતુ બપોરે ૧૨:૦૦વાગ્યાના આસપાસે તેમના પુત્રવધુ ફરી થી જગાડવા જતા તેમને પોતાના સાસુની પરિસ્થિતિ અજુગતા લગતા તેમને તુરંત પોતાના પતિને જાણ કરી જેથી પાર્થ પટેલ પોતાનું કામ મૂકી ઘરે આવતા પોતાના મમ્મીને દર્દીને ચીકુવાડી ખાતે ડાયમંડ હોસ્પિટલ માં લઇ આવ્યા હતા ત્યાં ફરજ પરના ડો.ગૌરવ રેયાણી અને ડો. હિતેશ ચિત્રોડા સાહેબે તપાસ કરતા દર્દીને બ્રેઈન હેમરેજ જણાઈ આવતાં તેમનું ઇમરજન્સીમાં ઓપરેશન કરવામાં આવ્યું હતું ઓપરેશન બાદ તેમની સારવાર માટે ICU માં રાખવામાં આવેલ હતા. ૪૮ કલાકના સમયબાદ પણ તબિયત માં સુધારો ના જણાતા ફરીથી તેમના રિપોર્ટ કરતા દર્દીને ડો.ગૌરવ રેયાણી,ડો. હિતેશ ચિત્રોડા અને મેડીકલ એડમીન ડો. હરેશ પાગડા સાહેબે દર્દીને બ્રેઈન ડેડ જાહેર કરવામાં આવ્યા હતા. ન્યુરોસર્જન હિતેશ ચિત્રોડા સાહેબ અને ડાયમંડ હોસ્પિટલ- મેડીકલ એડમીન ડો. હરેશ પાગડા સાહેબે જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ, સુરતના ફાઉન્ડર પી.એમ. ગોંડલીયા, ડો. નિલેશ કાછડીયા, વિપુલ તળાવિયા નો સંપર્ક કર્યો હતો.
“અંગદાન સર્વશ્રેષ્ઠ દાન” : ઓર્ગન સીટી સુરત
જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનની ટીમ ડાયમંડ હોસ્પિટલ ખાતે પહોંચી ત્યાં એકત્ર થયેલ ક્રિષ્નાબેનના પરિવારના બધા સભ્યો સાથે મળ્યા. ક્રિષ્નાબેનના પતિ હસમુખભાઈ અને તેમના દીકરા પાર્થભાઈ અને એમના પુત્રવધુ સાથે સંયુક્ત કુટુંબમાં રહે છે, ક્રિષ્નાબેનના સસરા નામે ઘનશ્યામભાઈ પટેલ ગાંધીવાદી વિચારધારા ધરાવતા હતા અને હંમેશને માટે બીજા લોકો ની સેવા માટે તત્પર રહેતા હતા આ પરિવાર ઘણી સેવાકીય પ્રવુતિ સાથે જોડાયેલ હતા.અંગદાન કરવાથી બીજા અનેક લોકોને નવું જીવન મળતું હોઈ એ વિશેષ મહત્વ સમજીને આ સુંદર વિચારને સમયનો દુરુપયોગ કર્યા વગર દર્દીના પતિએ સ્વેચ્છિક રીતે અંગદાન કરવા માટેની તેયારી બતાવી, પટેલ પરિવારના યુવાનો અને વડીલો દ્વારા આ અંગદાન એજ શ્રેષ્ઠદાન છે જેને સાર્થક કરવા સાથે રહીને હુંફ અને પ્રેરણાત્મક બળ પૂરું પાડ્યું હતું અને જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટની ટીમ સાથે ક્રિષ્નાબેનના અંગોનું અંગદાન કરવાની સહમતી આપી હતી.

અંગદાન માટે પરિવારના સભ્યોની સહમતી મળતા જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ તથા ડાયમંડ હોસ્પિટલ દ્વારા ગુજરાત સરકાર સોટો અને નોટોમાં રજિસ્ટ્રેશન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
“એક જીવન અનેક જીવન પ્રકાશિત કરી શકે છે” : ઓર્ગન સીટી સુરત
જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ, ડાયમંડ હોસ્પિટલ તથા પટેલ પરિવારના સંયુક્ત પ્રયાસોથી અંગદાન એજ સર્વશ્રેષ્ઠ દાન છે જેમનું એક સમાજમાં ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ પરિવાર દ્વારા અંગદાનના સંકલ્પ અને સુંદર વિચાર થકી હાથ, કીડની, લીવર અને બંને આંખોના દાન દ્વારા અન્ય છ લોકોને જીવનદાન મળ્યું. અમદાવાદ ખાતે ઝાયડસ હોસ્પિટલ દ્વારા લીવર અને બંને કીડની નું દાન, ચેન્નાઈ ખાતે ગ્લેનેગલ્સ હોસ્પિટલ દ્વારા હાથનું દાન અને બંને ચક્ષુઓનું દાન લોકદ્રષ્ટિ ચક્ષુબેંક,સુરત ખાતે ડો.પ્રફુલ શિરોયા દ્વારા સ્વીકારવામાં આવ્યું હતું.

અંગદાન માટેની આ પ્રક્રિયામાં જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટના ફાઉન્ડર પી.એમ.ગોંડલીયા, ડો.નિલેષ કાછડીયા,વિપુલ તળાવિયા, જસ્વીન કુંજડિયા, નીતિન ધામેલીયા,બિપિન તળાવીયા,હાર્દિક ખીચડીયા,નિર્ભય તળાવીયા,સતીશ ભંડેરી, હર્ષ ખેની, અભિષેક સોનાણી, પાર્થ કોરાટ,ભાવેશ દેસાઈ, દીપ ધામેલીયા,સાગર કોરાટ, સુરત ડાયમંડ એસોસીએશન સંચાલિત માતૃ શ્રી રામુબા તેજાણી તથા માતૃશ્રી શાંતાબા વીડીયા (ડાયમંડ હોસ્પિટલ) ના ચેરમેન શ્રી સી.પી.વાનાણી, , શ્રી દિનેશભાઇ નાવડીયા, શ્રી માવજીભાઈ માવાણી, એડમીન ડો.હરેશ પાગડા, ડો.મિલન ખંડેલા, ડો.નિશા નસીત તેમજ સમગ્ર હોસ્પિટલ સ્ટાફ અને પટેલ પરિવારના સભ્યોના સહયોગથી આ અંગદાન કરવામાં આવ્યું હતું.
દર્દીના લેવાયેલ ઓર્ગન સમયસર હોસ્પિટલ સુધી પહોંચી શકે એ માટે સુરત પોલીસ દ્વારા ડાયમંડ હોસ્પિટલથી સુરત એરપોર્ટ સુધી બે ગ્રીન કોરિડોર કરી વિશેષ બંદોબસ્ત કરીને ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.
અત્યાર સુધીમાં જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન, સુરતનાં પ્રયાસોથી ૨૨ મું અંગદાન કરાવવામાં આવ્યું. જેના થકી અન્ય છ લોકોનાં જીવન દીપી ઉઠ્યા છે.
અંગદાન પ્રક્રિયા ગુજરાત સરકારના SOTTO અને NOTTO, ડાયમંડ હોસ્પિટલ અને જીવનદીપ ફાઉન્ડેશન સાથે સંકલનમાં હાથ ધરવામાં આવી હતી. દાન કરાયેલ લીવર અને બંને કિડની અમદાવાદની ઝાયડસ હોસ્પિટલ દ્વારા સ્વીકારવામાં આવી હતી, હાથ ચેન્નાઈની ગ્લેનીગલ્સ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, અને કોર્નિયા સુરતની લોકદ્રષ્ટિ આઇ બેંક ખાતે ડો. પ્રફુલ શિરોયા દ્વારા પ્રાપ્ત કરવામાં આવ્યા હતા.
આ પ્રક્રિયામાં મુખ્ય યોગદાન આપનારાઓમાં જીવનદીપ ફાઉન્ડેશનના સ્થાપક પી.એમ. ગોંડલીયા, ડો.નિલેશ કાછડીયા, અને વિપુલ તડવીયા. ડાયમંડ હોસ્પિટલના ચેરમેન સી.પી. વાનાણી, ટ્રસ્ટી દિનેશભાઈ નાવડિયા, માવજીભાઈ માવાણી, તબીબી અધિક્ષક ડો.હરેશ પગડા, અને હોસ્પિટલ સ્ટાફે આવશ્યક સહયોગ આપ્યો હતો.
સમયસર અંગ વિતરણ સરળ બનાવવા માટે, સુરત પોલીસે ડાયમંડ હોસ્પિટલથી સુરત એરપોર્ટ સુધી બે ગ્રીન કોરિડોરની વ્યવસ્થા કરી. એજન્સીના અહેવાલ મુજબ, આ સફળ પ્રયાસ સાથે, જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશને હવે સુરતમાં 22 અંગ દાનની સુવિધા આપી છે, જેનાથી ઘણા દર્દીઓને જીવનનો નવો અનુભવ મળ્યો છે.