Gujarat weather report : ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી કમોસમી વરસાદ અને ગાજવીજનું મૌસમ જોવા મળી રહ્યું છે. હવામાન વિભાગે રાજ્યના 27 જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે, જેમાં ગાજવીજ અને ભારે પવનની પણ શક્યતા છે.
ક્યાં-ક્યાં ખાબકશે વરસાદ?
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, Gujarat ના નીચેના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે:
- ઉત્તર ગુજરાત: સાબરકાંઠા, અરવલ્લી
- મધ્ય ગુજરાત: આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર
- સૌરાષ્ટ્ર: મોરબી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ
- દક્ષિણ ગુજરાત: સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ
- કચ્છ: કચ્છ જિલ્લાની પણ કેટલીક જગ્યાઓમાં વરસાદની શક્યતા છે.
રાજ્યમા 40થી 50 કિ.મીની ઝડપે પવન ફૂંકાશે
રાજ્યમાં સાબરકાંઠા, અરવલ્લી, આણંદ,પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ,સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર,પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, બોટાદ, કચ્છ, મોરબી, દ્વારકા, ગીર સોમનાથમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.રાજ્યમા 40થી 50 કિ.મીની ઝડપે પવન ફૂંકાશે.રાજ્યમાં છેલ્લા પાંચેક દિવસથી વરસાદની અસરને કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે. ખેતરમાં પાકને નુકસાન થવાથી ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાયો છે.
રાજ્યભરમાં ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે જોરદાર વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગની વાતાવરણ અંગે આગાહી છે. આગામી 3 દિવસ સમગ્ર રાજ્યમાં ગાજવીજ સાથે હળવા વરસાદ આગાહી કરી છે. સૌરાષ્ટ્રથી પૂર્વ મધ્ય અરબ સાગર પર ટ્રફ સક્રિય થતા વરસાદની આગાહી કરવામાં આવી છે.
ગાજવીજ અને પવનની ચેતવણી
હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં 50-60 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી કરી છે. સાથે જ, ગાજવીજ અને વીજળી પડવાની પણ શક્યતા છે, જેના કારણે ખેડૂતો અને સ્થાનિક લોકોને સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે.
ક્યારે મળશે રાહત?
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, 13 મે પછી રાજ્યમાં વરસાદની તીવ્રતા ઘટશે અને 14 મે પછી તાપમાનમાં વધારો થવાની શક્યતા છે. તેમણે વધુમાં જણાવ્યું કે, 15 થી 19 મે દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં ફરીથી વરસાદ આવી શકે છે. કૃતિકા નક્ષત્રમાં રાજ્યમાં કેટલાક ભાગોમાં આંધી વંટોળ સાથે વરસાદ આવવાની શક્યતા છે.
ખેડૂતો માટે સૂચનાઓ
- ખેતી સંબંધિત કામગીરી: ખેડૂતોને સલાહ આપવામાં આવે છે કે તેઓ હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ખેતી સંબંધિત કામગીરીમાં વિલંબ કરે.
- સાવચેતી: વીજળી પડવાની શક્યતા હોવાથી ખુલ્લા મેદાનોમાં કામ કરતી વખતે સાવચેતી રાખવી.
- પાણીની વ્યવસ્થા: વરસાદના કારણે પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ શકે છે, તેથી પાણીની યોગ્ય વ્યવસ્થા રાખવી.
આવી જ તમામ ખબરો થી જાણકાર રહેવા માટે અમારી સાથે જોડાયા રહો….