તાપી નદીની મધ્યમાં ટાપુ પર દેશી દારૂ ગાળવાની ભઠ્ઠીઓ ધમધમે છે, જ્યાં પહોંચવા બોટ સિવાય કોઈ રસ્તો નથી

માત્ર ગેરકાયદે ગટર જોડાણ જ નહીં પરંતુ તાપી નદીના ઉપરવાસના નીર દૂષિત થવા માટે ટાપુ પર ધમધમી રહેલી દેશી દારૂની ભઠ્ઠીઓને પણ જવાબદાર માનવામાં આવી હતી. વરિયાવ ફલડગેટથી આગળ વધતાં જ તાપી નદીની મધ્યમાં વિશાળ ટાપુ પર દારૂ ગાળવામાં આવી રહ્યું છે. જ્યાં બોટ સિવાય પહોંચી શકાતું પણ નથી. પાણી સમિતિના ઉપાધ્યક્ષને સ્થાનીક નાવિક અને માછીમારોએ કહ્યું કે, મળસ્કેથી બપોર સુધીમાં આ વેપલો ચાલે છે, જ્યારે દારૂ ગાળી લીધાં પછી બચી જતું કેમિકલ સહિતનું પ્રવાહી બારોબાર નદીમાં જ નાશ કરવા માટે ઠાલવી દેવામાં આવી છે. આ ભઠ્ઠી પર પોલીસ પણ પહોંચી ન શકે તે રીતે ભઠ્ઠીને ચારે બાજુથી ઘાસ અને વૃક્ષોથી ઢાંકી રખાઇ છે.Ilovesurat
ilovesurat : ફલડગેટ માત્ર ચોમાસામાં જ ચાલે છે, જેથી ટીમ પણ ચોંકી ઊઠી
ફ્લડગેટમાંથી ભરઉનાળે તાપીમાં કેમિકલવાળું પાણી ઠલવાય છે, ઈન્ટેકવેલથી ઉલેચેલા પીવાના પાણીની ગુણવત્તા કથળી અને પ્રોડક્શન પણ ઘટી ગયું
રાંદેરમાં ગંદાં પાણીની ફરિયાદો બાદ હાઇડ્રોલિક વિભાગે તબેલાઓમાંથી તાપીના ઉપરવાસમાં ઠલવાતી ગંદકી જવાબદાર હોવાનો ઘટસ્ફોટ કરતા વરિયાવ પાસે તીવ્ર દૂર્ગંધવાળી ગંદકી ફલડગેટમાંથી નદીમાં ઠલવાતી મળી હતી. ફલડગેટ માત્ર ચોમાસામાં જ ચાલે છે, જેથી ટીમ પણ ચોંકી ઊઠી હતી. વિભાગે કહ્યું હતું કે, ઈન્ટેક વેલમાંથી પાણીને માત્ર ઉલેચીને વારીગૃહમાં ફિલ્ટર કરવા મોકલાય છે, ગંદાં પાણી સારી રીતે પ્રોસેસ કરીને જ સપ્લાય કરવામાં આવે છે. પરંતુ પાણીમાં વધારે ગંદકી હોવાથી પ્રોડક્શન ઘટી જાય છે. ilovesurat
માત્ર વરિયાવ જ નહીં તાપી પટમાં અઢી કિમીના અંતરે આગળ વધતાં છાપરાભાઠા ફલડગેટથી પણ ગંદાં પાણી નદીમાં ઠલવાઇ રહ્યાં છે. આ દ્રશ્યો જોતાં જ પાણી સમિતિના ઉપાધ્યક્ષ કૃણાલ સેલરે વિભાગના અધિકારીઓને માહેતગાર કર્યા હતા. તાપી શુદ્ધિકરણ પ્રોજેક્ટ બાદ પણ નદીમાં ઠલવાતી ગંદકી મામલે તાત્કાલિક કાર્યવાહીના આદેશ કર્યાં હતા.

છાપરાભાઠા ફ્લડ ગેટ
તાપીમાં પાલિકાની ટીમ સાથે ભાસ્કરે બોટમાં 7 કિમી સફર કરી ગટરનાં ગેરકાયદે જોડાણ શોધ્યાં, અઠવા-રાંદેરમાં જ ગંદાંપાણીની 60થી વધુ ફરિયાદ, કારણ…
- દારૂની ભઠ્ઠી
- તાપીમાં ઠલવાઇ રહેલું ગંદું પાણી
- તાપી નદીમાં આવેલું તબેલાઓનું છાણવાળું તેમજ ડ્રેનેજનું ગંદુંપાણી
તાપી નદી
માછીમારોએ કહ્યું, ‘મળસકેથી બપોર સુધી વેપલો ચાલે છે, પોલીસથી બચવા ભઠ્ઠીઓને ચારે બાજુ ઘાસ-ઝાડીઓથી ઢાંકી દેવાઈ છે’