ગુજરાત રાજ્યના શાળાઓમાં અભ્યાસક્રમની ગતિ જાળવી રાખવા અને વિદ્યાર્થીઓના મૂલ્યાંકનના ભાગરૂપે દર વર્ષે એકમ કસોટી અને પ્રથમ સત્ર પરીક્ષા લેવામાં આવે છે. હાલમાં First Semester Exam Dates રાજ્યની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ દ્વારા મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે કે ધો. 3થી 12ની પ્રથમ સત્ર (Unit Test) નવરાત્રી પછી લેવામાં આવશે.
ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષાની તારીખો બદલી
યુવાનો-વિદ્યાર્થીઓથી માંડી સૌ કોઈ જેની રાહ જોતા હોય છે તે નવરાત્રિ22મી સપ્ટેમ્બરથી શરૂ થવાની છે ત્યારે આ વર્ષે હવે ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ નવરાત્રિ સારી રીતે નહીં માણી શકે કારણ કે અગાઉ ધોરણ 9થી 12ની પહેલી પરીક્ષા નવરાત્રિ પહેલા જ 11મી સપ્ટેમ્બરથી શરૂ થતી હતી અને નવરાત્રિ પહેલા 20મી સુધીમાં પુરી થઈ જતી હતી. પરંતુ હવે 9થી 12ની પહેલી પરીક્ષા ત્રીજી ઓક્ટોબરથી શરૂ થશે એટલે કે નવરાત્રિ બીજી ઓક્ટોબરે પુરી થયા બાદ તરત જ બીજા દિવસથી પહેલી પરીક્ષા શરૂ થઈ જશે.
નવી પરીક્ષા તારીખો
ગુજરાત શિક્ષણ વિભાગ અને જિલ્લા શિક્ષણ અધિકારીના સુચન મુજબ, 2025ની First Semester Exam નીચે મુજબ યોજાવાની છે:
- 📌 પ્રારંભ તારીખ: 3 ઓક્ટોબર 2025 (શુક્રવાર)
આ પરીક્ષાઓ તમામ શાળાઓમાં એકસાથે રાજ્યવ્યાપી લેવાશે.
દરેક સમયપત્રક ખાનગી શાળા ના નિયમ અનુસાર બદલવાની શક્યતાઓ રહેલી છે.
કયા ધોરણની કઈ કસોટી?
- ધોરણ 3 થી 8: (First Semester Exam) પ્રથમ સત્ર પરીક્ષા (FA-1/Unit Test)
- ધોરણ 9 થી 12: Term-1 પરીક્ષા / એકમ કસોટી (કોઈ-કોઈ શાળામાં આ બંને એકસાથે થાય છે)
🕒 પરીક્ષાનો સમય
- ધોરણ 3 થી 5: સવારે 10:30 થી 11:30
- ધોરણ 6 થી 8: સવારે 10:30 થી 12:00
- ધોરણ 9 થી 12: સવારે 10:30 થી 12:30 અથવા શાળાના નિયમ મુજબ
📝 વિષયવાર સમયપત્રકનું આયોજન
શાળાઓને નક્કી કરાયેલ સમયગાળા વચ્ચે વિષયવાર સમયપત્રક શાળાની લેવલ પર જ તૈયાર કરવા સૂચના અપાઈ છે. રાજ્ય દ્વારા કોઈ ફિક્સ સમયપત્રક ન આપતા શાળાઓને છૂટછાટ અપાઈ છે કે તેઓ પોતપોતાના શૈક્ષણિક આયોજન મુજબ વિષયોનું આયોજન કરી શકે છે.
શિક્ષણ વિભાગનું સ્પષ્ટ નક્કી
શિક્ષણ વિભાગે કહ્યું છે કે:
- પરીક્ષા ઓનલાઇન નહીં પણ ઑફલાઇન મોડમાં લેવાશે.
- વિદ્યાર્થીઓને પુનરાવૃત્તિ માટે પૂરતો સમય મળશે કારણ કે નવરાત્રી દરમિયાન શાળાઓ બંધ રહેશે.
- પ્રથમ પરીક્ષાના પરિણામો DIKSHA/Ekam Kashoti Portal પર અપલોડ કરવા રહેશે.
શિક્ષકો અને વાલીઓ માટે સૂચનો
- વાલીઓએ વિદ્યાર્થીઓને નિયમિત પુનરાવૃત્તિ કરાવવી.
- શિક્ષકોએ નવરાત્રી પહેલા તાજેતરના પાઠો પૂરાં કરવા જરૂર છે.
- પ્રશ્નપત્રો શાળામાં જ બનાવાશે અથવા BRC CRC મારફતે આપવામાં આવશે.
🔖 નિષ્કર્ષ
નવરાત્રી પછીની આ પરીક્ષા વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક વર્ષ 2025-26માં મહત્વપૂર્ણ પહેલું મૂલ્યાંકન રહેશે. વિદ્યાર્થીઓએ સમયસર અભ્યાસ શરૂ કરીને તૈયારી શરૂ કરી દેવી જોઈએ જેથી તેઓ વધુ સારા ગુણ મેળવી શકે.
આવી જ તમામ ખબરો થી જાણકાર રહેવા માટે અમારી સાથે જોડાયા રહો….