Gold Price today : શેરબજાર ખરેખર સારું કામ કરી રહ્યું છે અને ડૉલર થોડો મજબૂત છે, સોના અને ચાંદી જેવી ચળકતી ધાતુઓ હવે વધી રહી નથી. આજે એમસીએક્સ માર્કેટ પર સોનાની કિંમત લગભગ 2.66% ઘટી ગઈ છે, જે દરેક 10 ગ્રામ માટે 2500 રૂપિયા ગુમાવવા સમાન છે. ચાંદીના ભાવમાં પણ 500 રૂપિયાથી વધુનો ઘટાડો થયો છે.
ભારત-પાકિસ્તાન વચ્ચે સીઝફાયર, યુક્રેન-રશિયા પણ શાંતિ કરાર માટે સહમત થયા હોવાની સાથે જિઓ-પોલિટિકલ ક્રાઈસિસમાં ઘટાડો થયો છે. અમેરિકા અને ચીન પણ ટ્રેડવૉર મુદ્દે ઉકેલ લાવવા મંત્રણા કરવા તૈયાર થયું છે. જેથી બુલિયન માર્કેટમાં તેજીના વળતા પાણી જોવા મળ્યા છે. વૈશ્વિક સ્તરે પણ સોના-ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો છે. વર્તમાન પરિબળોના પગલે સોનામાં કરેક્શનની શક્યતાઓને નકારી શકાય નહીં.
એમસીએક્સ સોના-ચાંદીમાં કડાકો
એમસીએક્સ ખાતે આજે 5 જૂનનો સોનાનો વાયદો ઘટાડા તરફી ખૂલ્યા બાદ 11.19 વાગ્યે 2557 રૂપિયા પ્રતિ 10 ગ્રામ તૂટ્યો હતો. જે 93961 પ્રતિ 10 ગ્રામ પર ક્વોટ થઈ રહ્યો હતો. ચાંદી રૂ. 463 પ્રતિ કિગ્રા તૂટી 96266 (4 જુલાઈ વાયદો) પર ટ્રેડ થઈ રહી હતી. વૈશ્વિક સોનું 67.20 ડોલર તૂટી 3276 ડોલર પ્રતિ ઔંસ થયુ હતું.
અમદાવાદમાં સોનું રૂ. 3000 સસ્તું થયું
અમદાવાદ બુલિયન માર્કેટમાં સોનુ તેની રેકોર્ડ ટોચ રૂ. 1,01,500થી રૂ. 3000 સસ્તું થયું છે. શનિવારે ભાવ રૂ. 98500 પ્રતિ 10 ગ્રામ બોલાઈ રહ્યો હતો. ચાંદી ચોરસા રૂ. 96500 પ્રતિ કિગ્રા પર ક્વોટ થઈ રહી હતી. ગત સપ્તાહમાં જ સોનાના ભાવમાં રૂ. 2000નો ઘટાડો જોવા મળ્યો છે. આજે વૈશ્વિક અને સ્થાનિક પરિબળોને ધ્યાનમાં રાખતાં સોનું વધુ ઘટી રૂ. 97000-97500 પ્રતિ 10 ગ્રામ નોંધાઈ શકે છે.
આ વચ્ચે RBI ના નવા Rules જેવા કે,
રિઝર્વ બેન્કે Gold લોન માટેના નવા નિયમો સાથેના બહાર પાડેલા નવા મુસદ્દા પ્રમાણે ગોલ્ડ લોન માટે અરજી કરનારને સોનાના બજાર મૂલ્યના 65 ટકાથી વધુ લોન આપી શકાશે નહી. સોનાના બજાર મૂલ્યના 75 ટકા ગોલ્ડ લોન પેટે આપવાનો નિયમ છે.
આમ રૂ. સાત લાખના મૂલ્યના સોના પર 5 લાખનું ધિરાણ આપે તો બુલેટ પેમેન્ટની લોનની વ્યવસ્થામાં વરસને અંતે લોન લેનાર વ્યક્તિએ 10 ટકા વ્યાજ સાથે રૂ. 5.50 લાખ ચૂકવવાના આવે છે. રૂ. 5.50 લાખનું લેણું 75 ટકાના બુલેટ પેમેન્ટની સિસ્ટમના રેશિયોમાં ફિટ બેસશે જ નહી. આ ગાળામાં સોનાના ભાવ વધી જાય તો તેની સામે તકલીફ આવશે નહી. પરંતુ સોનાના ભાવમાં ઘટાડો થઈ જાય તો લોન લેનાર પાસે માર્જિન મની મૂકાવવાની નોબત આવી શકે છે. આ સ્થિતિને પહોંચવી કઠિન ન બને તે માટે 65 ટકાથી વધુ લોન આપશે જ નહી.
બિલ વિનાના સોના પર ધિરાણ મેળવવું મુશ્કેલ
Gold ની ઓનરશીપ એસ્ટાબ્લિશ-માલિકી પ્રસ્થાપિત કરવાની જોગવાઈને હવે વધુ ચુસ્ત ચુસ્ત કરી દેવામાં આવી છે.પરંતુ મહિલા લગ્નમાં કરિયાવર તરીકે સોનુ લઈ આવે છે તેના બિલ બહુધા લાવતી જ નથી. તેથી બિલ વિનાના સોના પર Gold લોન આપવી કઠિન બની જશે. બિલ વિનાના સોના પર ગોલ્ડ લોન આપનારે ગોલ્ડ લોન લેવા આવનાર પાસે તે સોનું પોતાની માલિકીનું છે તેવું સોગંદનામુ લઈ લેવાનું રહેશે. છતાંય આ ડિક્લેરેશનની જેન્યુઇનનેસની ખરાઈ કરવાની જવાબદારી બેન્કો, એનબીએફસી અને શાહુકારોને માથે નાખી દેવામાં આવી છે. કંપની કે એનબીએફસી કે પછી બેન્ક તેની ખરાઈ કઈ રીતે કરી શકે છે તે મોટો સવાલ છે
બજાર મૂલ્યના 90 અપસેટ વેલ્યુ ટકા રાખવી ફરજિયાત
બુલેટ રિપેમેન્ટ માટેની Gold લોનની મર્યાદા પહેલા 4 લાખથી વધારીને હવે પાંચ લાખની કરવામાં આવી છે. બુલેટ રિપેમેન્ટની વ્યવસ્થા હેઠળ લોન લીધા પછી બાર મહિના સુધી વ્યાજ કે મુદ્દલ બેમાંથી એક પણ રકમ જમા કરાવવાની આવશે નહી. પરંતુ બાર મહિના પૂરા થયા પછી વ્યાજ સહિતની લોનની મુદ્દલ ચૂકવી આપવી પડશે. તેનો Gold લેનારાઓને લાભ મળશે. Gold લોન પર બેન્કો અંદાજે 8થી 10 ટકા વ્યાજ વસૂલે છે. નોન બેન્કિંગ ફાઈનાન્સ કંપનીઓ અને ખાનગી કંપનીઓ 14થી 16 ટકા વ્યાજ વસૂલે છે. ખાનગી બેન્કો અને એનબીએફસી Gold લોનમાં ચૂક કરનારાઓ પાસેથી મોટી પેનલ્ટી વસૂલી રહ્યા છે.
- Gold લોન માટે સોનાનું બજાર મૂલ્ય નક્કી કરવા રોજેરોજ જે ભાવ બુલિયન એસોસિયેશનના પોર્ટલ પર જોવા મળે તે ભાવ અને રોજેરોજ પબ્લિશ થતાં ભાવની ત્રીસ દિવસની સરેરાશને અંતે જે ઓછામાં ઓછો ભાવ આવે તેને ગોલ્ડ લોન આપવા માટે લાવવામાં આવેલા સોનાના બજાર ભાવ ગણવાનો રહેશે.
- તેથી લોન લેનારે ગોલ્ડ લોનની રકમ અંગે ગ્રાહકે રાત્રે અંદાજ બાંઘ્યો હોય તે અંદાજમાં સવારે બજારની ઊથલપાથલને પરિણામે વધારો કે ઘટાડો થઈ શકે છે.આમ ગોલ્ડ લોન લેનારને મળનારી લોન વી કે ઘટી શકે છે.
- બીજીતરફ સોનાના ભાવમાં છેલ્લા બાર જ માસમાં 35 ટકાનો વારો થયો છે. તેમ જ વાર્ષિક ધોરણે ગોલ્ડ લોનમાં 87 ટકાનો વારો જોવા મળ્યો છે. 2024-25ના વર્ષમાં રૂ.1.91 લાખ કરોડની ગોલ્ડ લોન અપાઈ છે.
તેની સામે ક્રેડિટ કાર્ડથી અપાતા ધિરાણમાં માત્ર 11 ટકાનો જ વધારો થયો છે.
લોન પરત ચૂકવી દેનારને 7 દિવસમાં સોનું પરત ન કરે રોજનો રૂ. 5000નો દંડ
રિઝર્વ બેંકે એવા લોકોને મદદ કરવા માટે નવા નિયમો બનાવ્યા છે જેઓ પોતાનું સોનું વચન તરીકે આપીને નાણાં લે છે. જો કોઈ વ્યક્તિ તેમના સોનાનો ઉપયોગ કરીને નાણાં ઉછીના લે છે અને એક વર્ષમાં બધું જ ચૂકવે છે, તો બેંક 7 દિવસની અંદર તેમનું સોનું પરત કરશે. જો બેંક અથવા અન્ય કંપનીઓ સમયસર સોનું પાછું નહીં આપે તો તેમને દરેક દિવસ મોડું થવા બદલ 5000 રૂપિયાનો દંડ ભરવો પડશે. જો બેંકે વ્યક્તિને તેમનું સોનું લેવા આવવાનું કહેતો પત્ર મોકલ્યો હોય, પરંતુ તે વ્યક્તિ ન આવે, તો પણ બેંકને તે દરેક દિવસ માટે 5000 રૂપિયાનો દંડ ચૂકવવો પડશે.
કંપનીઓ ફંડની કોસ્ટ પ્રમાણે પોતાના વ્યાજદર નક્કી કરી શકશે
હા, Gold લોન આપતી દરેક સંસ્થાને તેના વ્યાજદર તેની કોસ્ટ બેનિફિટ પ્રમાણે રાખવાની છૂટ આપવામાં આવી છે.
રિઝર્વ બેન્કે વ્યાજ માટે કોઈ જોગવાઈ કરી નથી. પરંતુ એનબીએફસી, બેન્ક અને ગોલ્ડ ફાઈનાન્સ કંપનીને લાગુ પડતા નિયમો એક સમાન કરી દેવામાં આવ્યા છે. એનબીએફસી અને ગોલ્ડ ફાઈનાન્સ કંપની વ્યાજના દર પણ ઊંચા લે છે અને તેના ઉપરાંત હિડન કોસ્ટ પણ લગાડે છે.
કેટલાક શાહુકારો કે પ્રાઈવેટ ફાઈનાન્સર ફ્લેટરેટથી પણ Gold લોન આપે છે. બીજું હપ્તા ચૂકવવાની શરતે લોન લે અને વચ્ચે એકાદ હપ્તો ચૂકી જાય તો લોન લીધી હોય તે દિવસથી જેટલા દિવસ વીતિ ગયા હોય ત્યાં સુધીના ગાળા માટે વધારાનું ચાર ટકા વ્યાજ માગી લે છે. આમ છ મહિના નિયમિત લોન ચૂકવ્યા બાદ સાતમે મહિને ડિફોલ્ટ થાય તો અગાઉના છ મહિનાના પૈસા ભરાયા હોય તો પણ ચાર ટકા વધારાનું વ્યાજ લઈ લેવામાં આવે છે. આ હિડન કોસ્ટની ગોલ્ડ લોન લેનારાઓને ખબર હોતી જ નથી.