ilovesurat News : ઘોર કળયુગ 13 વર્ષના વિદ્યાર્થી સાથે ભાગેલી ટીચર તો ગર્ભવતી નીકળી!બાળકનો પિતા કોણ..?

ilovesurat News

ilovesurat News : સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં એક શિક્ષિકા 13 વર્ષના વિદ્યાર્થીને લઈને ભાગી ગઈ હતી. સમગ્ર મામલે માતા-પિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. બાદમાં પુણા પોલીસે ચાર દિવસ બાદ બંનેને ગુજરાત રાજસ્થાનની બોર્ડર પરથી ઝડપી પાડ્યા હતા. જે બાદ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે, આ શિક્ષિકા અને વિદ્યાર્થી વચ્ચે અનેકવાર શારીરિક સંબંધ પણ બંધાયા છે.

ilovesurat News
ilovesurat News
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

જો કે, તેના મેડિકલ ચેકએપ કરતા ચોંકાવનારી હકીકત સામે આવી છે. શિક્ષિકાને પાંચ માસનો ગર્ભ છે.શિક્ષિકાએ આ ગર્ભ 13 વર્ષના વિદ્યાર્થીનો હોવાનો દાવો કર્યો છે. આ બંને છેલ્લા એક વર્ષથી શારીરિક સંબંધ ધરાવતા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. બંનેના DNA રિપોર્ટ આધારે તપાસ શરૂ કરી છે. તો બીજી તરફ કોર્ટે શિક્ષિકાના એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.શિક્ષિકાએ વિદ્યાર્થીઓનું શારીરિક શોષણ કર્યું હોવાનો પણ ખુલાસો થયો છે. પોલીસ પૂછપરછમાં શિક્ષિકાએ શારીરિક શોષણ કર્યું , હોવાની કબૂલાત કરી છે. પોલીસ શિક્ષિકા સામે પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.

ઉલ્લેખનિય છે કે, સુરતમાં કરિયાણાની સ્ટોર ચલાવતા મૂળ રાજસ્થાનના દુકાનદારનો 13 વર્ષનો મોટો દીકરો પરવટ પાટિયા પાસેની શિક્ષિકા માનસી રજનીકાંત નાઇ (ઉં.વ.23)ને ત્યાં ટ્યુશન તો હતો. તેની સ્કૂલમાં પણ એ જ શિક્ષિકા હતી. સ્મિત 25 એપ્રિલના રોજ બપોરે એપાર્ટમેન્ટની નીચે રમવા ગયા બાદ મોડી સાંજ સુધી ઘરે પરત આવ્યો ન હતો.

આવી જ તમામ ખબરો થી જાણકાર રહેવા માટે અમારી સાથે જોડાયા રહો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *