IPL 2025નું નવું શેડ્યૂલ જાહેર: 17 મેથી ફરી શરૂ થશે ટૂર્નામેન્ટ, ફાઇનલ 3 જૂને

IPL 2025

IPL 2025 reschedule : ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા IPL 2025 માટેનું નવું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. ટૂર્નામેન્ટ 17 મે, 2025થી ફરી શરૂ થશે અને 3 જૂન, 2025ના રોજ ફાઇનલ મેચ સાથે સમાપ્ત થશે.

🗓️ નવી તારીખો અને સ્થળો

  • શરૂઆતની તારીખ: 17 મે, 2025
  • ફાઇનલ મેચ: 3 જૂન, 2025
  • બાકી રહેલી મેચોની સંખ્યા: 17
  • મેચો યોજાનાર શહેરો: બેંગલુરુ, જયપુર, દિલ્હી, લખનૌ, મુંબઈ અને અમદાવાદ
IPL 2025 reschedule
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

કુલ 6 સ્થળોએ રમાશે મેચો

BCCIના નવા શેડ્યૂલ મુજબ આઈપીએલ 2025ની તમામ મેચો 17 મે, 2025 થી શરૂ થશે અને 3 જૂન, 2025 ના રોજ સિઝનની ફાઇનલ મેચ રમાશે. સુધારેલા શેડ્યૂલ પ્રમાણે IPL 2025ની આગામી તમામ મેચો હવે બેંગલુરુ, દિલ્હી, જયપુર, મુંબઇ, અમદાવાદ અને લખનઉમાં રમાશે, આમ દેશના 6 સ્થળોએ કુલ 17 મેચો રમાશે. પ્લેઓફની મેચો 17 મેથી 27 મે દરમિયાન રમાશે જે પછી ક્વોલિફાયર 1 – 29 મે, એલિમિનેટર – 30 મે, ક્વોલિફાયર 2 – 1 જૂન, ફાઇનલ – 3 જૂનના રોજ રમાશે.

મહત્વપૂર્ણ મેચો

  • RCB vs KKR: 17 મે, બેંગલુરુમાં
  • LSG vs SRH: 19 મે, લખનૌમાં
  • LSG vs GT: 22 મે, અમદાવાદમાં
  • LSG vs RCB: 27 મે, લખનૌમાં

પ્લેઓફ્સ અને ફાઇનલ

  • ક્વોલિફાયર 1: 29 મે
  • એલિમિનેટર: 30 મે
  • ક્વોલિફાયર 2: 1 જૂન
  • ફાઇનલ: 3 જૂન

IPL 2025નું સંપૂર્ણ શેડ્યૂલ

આઈપીએલ 2025ના તમામ બાકી રહેલા મેચોની વિગતવાર માહિતી માટે, IPLની સત્તાવાર વેબસાઇટ પર જોઈ શકો છો.

IPL 2025 reschedule

ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ વધતા IPL 2025 એક અઠવાડિયા માટે સ્થગિત કરાઇ હતી. જોકે, હવે બંને દેશો વચ્ચે સંઘર્ષવિરામ થતા BCCIએ IPL 2025નો નવો શેડ્યૂલ બહાર પાડ્યો છે. સરકાર અને સુરક્ષા એજન્સીઓ સાથે અને તમામ મુખ્ય હિસ્સેદારો સાથે ચર્ચા કર્યા બાદ બોર્ડે સિઝનની બાકીની મેચો 17 મે, 2025 થી ફરી શરૂ કરવાનો નિર્ણય લીધો છે.

આવી જ તમામ ખબરો થી જાણકાર રહેવા માટે અમારી સાથે જોડાયા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *